નાગરીક અધિકાર પત્ર

જવાબદાર નાગરિક : મિત્રતાપૂર્ણ સરકાર

લોકશાહીમાં લોકો માટેની સરકારનો ખ્યાલ અમલમાં મુકાયેલો છે. નાગરિકોને રાજયના વહીવટી તંત્ર પાસેથી સેવા મેળવવાનો અધિકાર છે. નાગરિકોની રજૂઆત, પ્રશ્નો નાગરિક અધિકાર સુવિધા કેન્દ્રમાં પહોંચ આપીને સ્વીકારવામાં આવશે. જેની નોંધ અલગ અધ્યતન રજીસ્ટરમાં રાખવામાં આવશે. તથા નાગરિકોની જાણકારી માટે વિભાગની કામગીરી દર્શાવતું બોર્ડ/માહિતી પત્રક રાખવામાં આવશે.

કયા કામ માટે કોની પાસે જવું, કેમ અરજી કરવી, કેમ ફરિયાદ નોંધાવવી વગેરે બાબતોમાં નાગરિકો ઠીક ઠીક અંધારામાં હોય છે. વળી ધણીખરી વહીવટી કામગીરીઓ માટેના લધુત્તમ સમય નકકી થયો હોય છે. એટલા સમયમાં કામ નહીં થાય તો નાગરિક ઉપરી અધિકારી સમક્ષ ફરિયાદ કરી શકે છે. પરંતુ એ ફરિયાદ તો ત્યારે કરી શકે ને કે જયારે એને આ બધી બાબતોની જાણ હોય? વાસ્તવમાં લોકશાહીમાં આ બધી જાણકારી દરેક નાગરિકને પ્રાપ્ત થવી જ જોઇએ. આવી માહિતી આપતા સરકારી ખતપત્રને "નાગરીક અધિકાર પત્ર" કહી શકીએ.

બાગાયત ખાતું ખેતીવાડી ખાતામાંથી ૧૯૯૧માં અલગ થયેલ છે. ગુજરાતના ખાતેદારોને બાગાયતી પાકો તરફ ઝડપભેર અને સાચી દિશામાં આગળ વધે તે માટે તેઓના સહકાર સાથે તેમજ સરકાર એક બીજાને પૂરક બની ગુજરાતના બાગાયતી પાકોના વિકાસમાં નવી ઉન્નતિ અને ક્ષિતિજો લાવે તે માટે "નાગરિક અધિકાર પત્ર " જરૂરી તાંત્રિક માર્ગદર્શન તેમજ સહાયની યોજનાઓનો લાભ લેવા હકદાર છે. તે લક્ષ્યમાં લઇ વધુ ને વધુ સુવિધા પૂરી પાડવા બાગાયત ખાતાની વહીવટી તંત્રની સેવા તેઓને સમય મર્યાદામાં મળી રહે તેવી નેમ સાથે આ નાગરિક અધિકાર પત્રમાં સમાવેશ કરેલ છે તેમ છતાં જરૂર જણાય ત્યાં તેઓ પોતાના હકકો માટે દાદ ફરિયાદ કરી શકે છે.

"નાગરિક અધિકાર પત્ર" દ્રારા બાગાયત ખાતાના સતત સંપર્કમાં રહી એકબીજાના પુરક બની રહે તેમજ ટી.વી. અને રેડીયો કાર્યક્રમ બનાવી શકે તે માટે આ અધિકાર પત્રમાં સંપર્ક સ્થળોની માહિતી આપેલ છે.બાગાયતદારો વધુ ને વધુ જાગૃત થશે તો બાગાયતી પ્રવૃત્તિઓ અને વધુ પારદર્શકતા અને શુઘ્ધતામાં ફેરવી શકશે. જે રાજયની ઉન્નતિમાં દરેકનો સિંહફાળો રહેશે. તેવી ખાતાની શુભેચ્છા સહ.

બાગાયત ખાતાનું માળખું

રાજય કક્ષા બાગાયત નિયામકશ્રી વર્ગ-૧ ગાંધીનગર
વિભાગીય કક્ષા સંયુકત બાગાયત નિયામક વર્ગ-૧ રાજકોટ/વડોદરા
જિલ્લા કક્ષા      
   (અ) વિસ્તરણ નાયબ બાગાયત નિયામક વર્ગ-૧ તમામ જિલ્લા
   (બ) કેનીંગ મદદનીશ બાગાયત નિયામક વર્ગ-૨  
    બાગાયત અધિકારી વર્ગ-૨ તમામ જિલ્લા
ક્ષેત્રિય કક્ષા વિસ્તરણ બાગાયત અધિકારી વર્ગ-૨ ર થી ૪ તાલુકાઓ વચ્ચે 
ક્ષેત્રિય કક્ષા નર્સરી બાગાયત અધિકારી વર્ગ-૨ દરેક જિલ્લાએ

બાગાયત ખાતાની કામગીરી માટે કોનો સંપર્ક કરવો

અ.નં. વિગત (કક્ષા) કોનો સંપર્ક કરવો.     
૧. તાલુકા કક્ષાએ બાગાયત અધિકારી
૨. જિલ્લા કક્ષાએ નાયબ બાગાયત નિયામક
૩. વિભાગીય કક્ષાએ સંયુકત બાગાયત નિયામક (૧) રાજકોટ (૨) વડોદરા
૪. રાજય કક્ષાએ ગાંધીનગર બાગાયત નિયામકશ્રી, કૃષિ ભવન, સે. ૧૦/એ,

નાગરિક અધિકાર સુવિધા કેન્દ્રમાં આવતા વરિષ્ઠ નાગરિકોને ખાસ સેવા સન્માન પુરી પાડવાના હેતુસર તેઓને કોઇ લાઇનમાં ઊભા રહયા વિના અરજી ફોર્મ કે અન્ય સેવાઓ આપવામાં આવશે.

ફરિયાદ નિકાલ માટે કોનો સંપર્ક કરશો

૧. ગ્રામ્ય કક્ષાએ તથા તાલુકા કક્ષાએ બાગાયત ખાતાને લગતા તમામ પ્રશ્નો માટે બાગાયત અધિકારીને મળવા છતાં નિકાલ ન થયો હોય તો? સંબંધિત જિલ્લાના
નાયબ બાગાયત નિયામક
૨. ગ્રામ્ય કક્ષા/તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિકાલ માટે સંબંધિત નાયબ બાગાયત નિયામકશ્રીને મળવા છતાં નિકાલ ન થયો હોય તો ? સંબંધિત સંયુકત
બાગાયત નિયામક, રાજકોટ/વડોદરા
૩. જિલ્લા કક્ષાએ સંબંધિત નાયબ બાગાયત નિયામકશ્રીને મળવા છતાં નિકાલ ન થયો હોય તો ? બાગાયત નિયામકશ્રી, ગાંધીનગર

કામના નિકાલની સમયમર્યાદા

ક્રમ વિગત નિકાલ માટે સમયમર્યાદા (દિવસ)
વાવેતરમાં સહાય (ફળ, ઔષધિય / સુગંધિત, ઓઇલપામ) ૬૦
ફૂલપાક / નાગરવેલ વાવેતરમાં સહાય ૬૦
ધરૂવાડીયામાં નેટ હાઉસ તથા વેલાવાળા શાકભાજીમાં પાકા સ્ટ્રકચર ૬૦
સંકલીત ખાતર / જીવાત નિયંત્રણ માં સહાય ૪૫
સેન્દ્રીય ખેતીમાં સહાય ૪૫
ફામ મીકેનાઇઝેશન માટે સહાય ૪પ
બાગાયતી પાકોની ગુણવત્તા જાળવવાના સાધનોની ખરીદીમાં સહાય ૪૫
ડુંગળી તથા લસણ / બટાટાના મેડામાં સહાય ૬૦
ફળ, ફુલ, શાકભાજી માટે ઉત્પાદક સહકારી મંડળી ઉભી કરવા સહાય ૬૦

આનુસાંગીક યોજનાઓમાં સહાય મેળવવા માટેના જરૂરી દસ્તાવેજો

1 નિયત નમુનામાં અરજીપત્રક
2 ૭-૧ર નો ઉતારો
3 ૮-અ નો ઉતારો
4 ખેડૂતનું સોંગદનામું
5 કબુલાત નામું
6 ખેડૂતના બેન્ક ખાતાની વિગતો
7 તલાટી / ગ્રામસેવકનું પ્રમાણપત્ર

આ માર્ગ છે સંવેદનશીલ વહીવટનો

આપણા લોકતંત્ર ઉપર સામાન્ય માનવીનો વિશ્વાસ ધટતો ગયો તેનું કારણ શું ? મેં એક સાદુ નિરીક્ષણ એવું કર્યું છે કે સરકારી તંત્ર સાથે જેનો પનારો પડયો તેના ચહેરાના હાવભાવમાં લાચારી હંમેશા તરી આવતી હોય છે.

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation