પરિચય

રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા ૧૯૯૧ થી રાજયમાં અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ આ ક્ષેત્રના સંર્વાંગી વિકાસ કરવાનો છે. જેના કારણે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થયેલ છે અને બાગાયતી પાકોનું ૧૯૯૧-૯૨ થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજીત ચાર ગણું થયેલ છે.

જે માટે બાગાયતી ખેતીની શરુઆતથી તેની કાપણી પછીની વ્યવસ્થા સુધીની તમામ શ્રૃંખલા સુદઢ બનાવવાનું આયોજન અને સ્ટ્રેટેજી નકકી કરવામાં આવી છે અને બાગાયત ખાતા તરફથી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવી રહયું છે. જે માટે જરુરી પોલીસી અને સહાયક યોજનાઓ અમલમાં મુકી છે.

રાજયમાં બાગાયતના વિકાસ માટે ક્ષેત્રીય કક્ષાએ જરૂરી માર્ગદર્શન તથા યોજનાઓના અમલીકરણ માટે જીલ્લા કક્ષાએ અમલીકરણ કચેરીઓ, નર્સરીઓ, તથા કેનીંગ અને કીચન ગાર્ડન કેન્દ્રો ઉભી કરાયેલ છે. તેમજ બાગાયતી વધુ શકયતા ધરાવતા તાલુકા કક્ષાએ તજજ્ઞ અધિકારીઓની સેવાઓ ઉપબ્ધ છે. સમગ્ર તંત્રના દેખરેખ અને નીરીક્ષણ માટે વડોદરા તથા રાજકોટ ખાતે વિભાગીય કચેરીઓ તથા ગાંધીનગર ખાતે બાગાયત નિયામકશ્રીની રાજય કક્ષાની કચેરી આવેલી છે. તાજેતરમાં પાક અને ટેકનોલોજી આધારીત સેન્ટર ઓફ એકસેલન્સ ઉભા કરવામાં આવી રહેલ છે. બાગાયત ખાતાનુ માળખું, બાગાયત નિયામકશ્રી નિયંત્રિત છે.

બાગાયત ખાતા તરફથી રાજય સરકારશ્રી તેમજ કેન્દ્ર સરકારશ્રી પ્રેરિત વિવિધ વાર્ષિક વિકાસ કાર્યક્રમો અમલમાં છે. અને વિસ્તરણ પ્રવૃતિઓ મારફત ખેડૂતોને તથા યુવાનોને જરુરી માર્ગદર્શન, તાલીમ તથા કૌશલ્ય વિકાસ કરવામાં આવી રહેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં બાગાયતી પ્રવૃત્તિઓ ઉપર સરકારશ્રીએ ઘણો ભાર મુકેલ છે. અને સારી એવી નાણાંકીય જોગવાઇ કરેલ છે. જેના કારણે વિવિધ ક્ષેત્રોએ નોધ પાત્ર વિકાસ સાધેલ છે. જેના કારણે દેશમાં રાજયનું સ્થાન ફળપાકો તથા શાકભાજી પાકોમાં અન્ય રાજયો કરતાં આગળ છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે.

 • ગુજરાત સરકાર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • DigiLocker
 • http://www.apeda.gov.in, એ.પી.ઇ.ડી.એ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://nhm.nic.in/, એન.એચ.એમ : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://www.icar.org.in, આઇ.સી.એ.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://rkvy.nic.in, આર.કે.વી.વાય : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • http://mofpi.nic.in, એમ.ઓ.એફ.પી.આર : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Vibrant Gujarat Summit 2019
 • http://india.gov.in, The National Portal of India : બહારની વેબસાઇટ નવા વિન્ડોમાં ખુલે છે
 • Office of The Chief Electoral Officer, Gujarat State : External website that opens in a new window
Go to Navigation